We were in local news!!

Thank you Sacharachar News!!

5/30/20241 min read

We at Project Nalanda would like to thank Sacharachar news (www.sacharachar.com) for spreading the word for us. Calling all DFW Gujaratis to promote the news so more people can get to the books they want to read..

પુસ્તક પરબ ના અભિયાન ને ડલ્લાસ માં વિસ્ત્રુત કરવા એમની સત્તર વર્ષીય પૌત્રી અવીષિ અને મિત્રો પ્રોજેક્ટ નાલંદા દ્વારા ગુજરાતી સાહિત્ય ઘેર ઘેર પહોંચે એના પ્રયત્નો કરી રહ્યા છે...read further .... https://sacharachar.com/સ્વ-શ્રી-પ્રતાપભાઈ-પંડ્ય/

પુસ્તક પરબ ના અભિયાન ને ડલ્લાસ માં વિસ્ત્રુત કરવા એમની સત્તર વર્ષીય પૌત્રી અવીષિ અને મિત્રો પ્રોજેક્ટ નાલંદા દ્વારા ગુજરાતી સાહિત્ય ઘેર ઘેર પહોંચે એના પ્રયત્નો કરી રહ્યા છે.

સ્વ. શ્રી પ્રતાપભાઈ પંડ્યા દ્વારા પ્રેરિત પુસ્તક પરબ ના અભિયાન ને ડલ્લાસ માં વિસ્ત્રુત કરવા એમની સત્તર વર્ષીય પૌત્રી અવીષિ અને મિત્રો પ્રોજેક્ટ નાલંદા દ્વારા ગુજરાતી સાહિત્ય ઘેર ઘેર પહોંચે એના પ્રયત્નો કરી રહ્યા છે. અવીષિ ના કહેવા મુજબ આ પ્રોજેક્ટ માં ડલ્લાસ વાસી ગુજરાતીઓ નો ખુબ સહકાર મળી રહ્યો છે. પ્રોજેક્ટ નાલંદા હાલ માં DFW ના ચાર શહેરો માં ગુજરાતી ઘર પુસ્તકાલયો નું સંચાલન કરે છે અને ટૂંક સમય માં વધારે સ્થળો એ નવા ઘર પુસ્તકાલયો ચાલુ કરવા માં આવશે.

==================================================

જેની પાસે પુસ્તકો હોય છે તેઓ ક્યારેય એકલા નથી હોતા.

=================================================

આ પુસ્તકાલયો માં ગુજરાત ના નામાંકિત લેખકો અને કવિઓ ની કૃતિઓ ઉપલબ્ધ છે. આ પુસ્તકો આપ વિનામૂલ્યે વાંચન માટે લઇ જઈ શકો છો. જો આપ કોઈ સંજોગો થઇ ઘર પુસ્તકાલય સુધી આવી ના શકો તો અવીષિ અને તેના મિત્રો આપની પસંદ ના પુસ્તકો આપ ના ઘર, મંદિર કે કોઈ બીજા સામાજિક સ્થળે પહોંચાડી શકે છે. આપણી માતૃભાષા ગુજરાતી અને સંસ્કૃતિ ને જીવંત રાખવા આપ સૌ ને આ પ્રોજેક્ટ સાથે જોડાવા અને આ સંદેશ વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવા પ્રોજેક્ટ નાલંદા ની ટીમની વિનંતી છે.