જાજરમાન જામનગર ની ખૂબીઓ
1 min read


જાજરમાન જામનગર ની ખૂબીઓ
ગુજરાત રાજ્ય માં પહેલી સિમેન્ટ ફેક્ટરી . સિક્કા DCC
સૌરાષ્ટ્ર ની પહેલી કાપડ મિલ DIGJAM
પૂરી દુનિયા માં માત્ર બે સોલેરિયમ માંથી એક જામનગર માં . ભારત અને એશિયા માં એકમાત્ર .
ગુજરાત ની પહેલી આર્યુવેદ યુનિવર્સિટી .
ગુજરાત અને ભારત ભર માં સૌથી વધુ મિંઠું પકાવતું જામનગર .
સૌરાષ્ટ્ર નું પહેલું એરપોર્ટ જામનગર
સૌરાષ્ટ્ર ની પહેલી મેડિકલ કોલેજ જામનગર M. P. SHAH
જામનગર ના દરિયાકાંઠે ટાપુ ઓ ચાર જેટલા ટાપુ ઓ .ભારત માં બીજે ક્યાંય નથી
થ્રી વિંગ્સ આર્મી....નેવી... એરફોર્સ.... ગુજરાત ના ફકત જામનગર માં .
સરકારી આર્યુવેદ હોસ્પિટલ અને મેડિકલ એલોપથી હોસ્પિટલ ગુજરાત માં ફકત જામનગર માં .
દુનિયાની સૌથી મોટી રિફાઈનરી....રિલાયન્સ
ભારત ભર માં સૌથી મોટો દરિયા કિનારો ગુજરાત માં છે. અને જિલ્લા પ્રમાણે સૌથી મોટો દરિયા કિનારો જામનગર નો છે પૂરા ભારત માં...
સૌથી પહેલા ગુજરાત ભર માંથી વધુ લોકો વિદેશ જનારા જામનગરના માજન ઓશવાળ જૈન આફ્રિકા ગયા ...
ખીજડીયા પક્ષી અભયારણ્ય
શહેરની મધ્યમાં ચાર ભાગ માં એક તળાવ અને તળાવ વચ્ચે પાણીમાં મ્યુઝિયમ .
ગુજરાત નું પ્રથમ સુખ ધામ જામનગર માં એવું એવું હતું કે બહારગામ ના લોકો ટુરિસ્ટ જોવા આવતા ...
પૂરા ભારત માં એક જ મર્દ રાજવી હતા જામનગર ના જામ સાહેબ, કે જેને બીજા વિશ્વ યુધ્ધ માં પોલેન્ડ ના લોકો ને આશ્રય આપ્યો હતો .બ્રિટિશરો કે હિટલર થી ડર્યા વિના .
રાજા ઓ ના વિલીનીકરણ માં અખંડ ભારત માટે જામનગર ના રાજા એ પહેલાં નંબર નો અગત્ય નો ભાગ ભજવ્યો હતો અને સરદાર પટેલ ને કહ્યું કે, આવો મારું રાજ્ય તમારા હાથ માં અખંડ ભારત માં ભેળવો .
ભારત માત્ર માં એક જ સૈનિક સ્કૂલ જ્યાં ત્રણેય પાંખો માં જવા વિદ્યાર્થી ઓ તૈયાર થતા હતા...
ગુજરાત ની પ્રથમ પવનચક્કી હતી. જે પવનચક્કી વિસ્તાર તરીકે આજે પણ ઓળખાય છે .
અને હવે બનશે વિશ્વ નું સૌથી મોટું ZOO...
ગુજરાત માં બીજે ક્યાંય નથી પણ જામનગર માં છે ડિફેન્સ ની સ્કૂલ .
ગીનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં અખંડ રામધૂન માટે નામ ધરાવતું સુપ્રિધધ બાલા હનુમાન મંદિર
હજુ બેચાર ખૂબી ઓ લખવાની કદાચ બાકી રહી ગયી હોય તેવું બને . ભલે રંગીલું ના હોય મારું જામનગર પણ રૂડું રૂપાળું છે .જાજરમાન પણ .