ધોળાવીરા: આપણી વચ્ચે ભૂતકાળનો એક ટુકડો
World Heritage. sites in gujarat.. Dholavira
4/18/20242 min read


Dholavira: A piece of past in our midst
Unesco defines Heritage as a legacy from the past, something that we experience today and learnings from which we pass on to the future generations. They say “Both our cultural and natural heritage are ever-changing sources of life and inspiration”. The United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO) seeks to promote the identification, protection and preservation of sites around the world that are of great value to humanity.
UNESCO World Heritage Sites are places of cultural, historical, scientific or some other kind of importance and are declared internationally protected. Gujarat currently has four heritage sites recognised by UNESCO. In this blog series we will learn about a place topic every week, today we will talk about Dholavira
Dholavira is an archaeological site located on an island named Khadir Bet in Bhachau taluka of Kutch district. Dholavira was the southern center of Harappan civilization. Locally known as Kotda Timba, the site contains the remains of an ancient Indus Valley Civilization city. Archaeologists estimate that the site was inhabited between 3000-1500 BCE. Dholavira is the fifth largest of the eight major sites of the Harappan civilization. Other major Harappan sites discovered so far are - Harappa, Mohenjo-daro, Ganeriwala, Rakhigarhi, Kalibangan, Rupnagar and Lothal. Dholavira town has a rectangular shape and organization and is spread over 22 hectares (54 acres).
The archaeological site is one of the best preserved urban settlements from its period in Southeast Asia. The walled city consists of a heavily fortified castle and ceremonial ground as well as streets and houses of different structural quality which testify to a stratified social order.
Unlike Harappa and Mohenjo-daro, the city was constructed based on a proper geometrical plan consisting of three divisions – the citadel, the middle town, and the lower town.The acropolis and the middle town had been furnished with their own defense-work, gateways, built-up areas, street system, wells, and large open spaces.The most striking feature of the city is that all of its buildings, at least in their present state of preservation, are built of stone, whereas most other Harappan sites, including Harappa itself and Mohenjo-Daro, are almost exclusively built of brick. Dholavira is flanked by two storm water channels; the Mansar in the north, and the Manhar in the south. In the town square, there is an area high above the ground, called the "Citadel''.
Visit Dholavira:
The best time to visit Dholavira is during winters for two reasons - the weather is cool and you can see the white salt desert too. The best way to reach Dholavira is by taking taxi from Bhuj (which can be your base for Kutch explorations). It's easy to reach Bhuj by train or bus from Ahmedabad. You can also rent a taxi from Ahmedabad Airport.
ધોળાવીરા: આપણી વચ્ચે ભૂતકાળનો એક ટુકડો
ધરોહર એ ભૂતકાળનો આપણો વારસો છે, આજે જેની સાથે આપણે જીવીએ છીએ અને જે આપણે ભાવિ પેઢીઓને આપીએ છીએ. આપણો સાંસ્કૃતિક અને પ્રાકૃતિક વારસો બંને જીવન અને પ્રેરણાના બદલી ના સ્ત્રોત છે. The United Nations Educational, Scientific and Cultural Organization (UNESCO) સમગ્ર વિશ્વમાં એવા સ્થળોની ઓળખ, સંરક્ષણ અને જાળવણીને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કરે છે જે માનવતા માટે અત્યંત મૂલ્યવાન ગણાય છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ એ સાંસ્કૃતિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક અથવા અન્ય કોઈ પ્રકારનું મહત્વ ધરાવતા સ્થળો હોય છે અને તેને આંતરરાષ્ટ્રીય સ્તરે સંરક્ષિત જાહેર કરવા માં આવે છે ગુજરાત માં અત્યારે ચાર ઊનેસકો હેરિટેજ સાઇટ્સ છે. આ બ્લોગ શ્રેણી માં આપડે દર અઠવાડિયે એક સ્થળ વિષય જાણીશું.
આજે આપડે વાત કરીશું ધોળાવીરા વિષયે
ધોળાવીરા એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં ખડીર બેટ નામક ટાપુ પર સ્થિત એક પુરાતત્વીય સ્થળ છે. ધોળાવીરા, હડપ્પન સંસ્કૃતિનું દક્ષિણી કેન્દ્ર હતું. સ્થાનિક રીતે આ કોટડા ટિંબા તરીકે પણ ઓળખાય છે, આ સ્થળમાં પ્રાચીન સિંધુ ખીણની સંસ્કૃતિના શહેરના અવશેષો છે. પુરાતત્વવિદો ની ગણાત્રા પ્રમાણે આ સ્થળ 3000-1500 BCE દરમિયાન વસ્યું હશે. ધોળાવીરા હડપ્પન સંસકૃતી ના આઠ મોટા સ્થળોમાં પાંચમું સૌથી મોટું સ્થળ છે. અત્યાર સુધી શોધાયેલ અન્ય મુખ્ય હડપ્પન સ્થળો - હડપ્પા, મોહેંજો-દરો, ગનેરીવાલા, રાખીગઢી, કાલીબંગન, રૂપનગર અને લોથલ છે. ધોળાવીરા શહેર લંબચોરસ આકાર અને સંગઠન ધરાવે છે અને તે 22 હેક્ટર (54 એકર)માં ફેલાયેલું છે.
આ પુરાતત્વીય સ્થળ દક્ષિણપૂર્વ એશિયામાં તેના સમયગાળાની શ્રેષ્ઠ સચવાયેલી શહેરી વસાહતોની પૈકીનું એક છે. તે એક કિલ્લેબંધી શહેર છે, જેમાં એક મજબૂત કિલ્લા, એક વિશાળ મેદાન તેમજ વિવિધ પ્રમાણની ગુણવત્તાવાળી શેરીઓ અને ઘરોનો સમાવેશ થાય છે જે એક સ્તરીકૃત સામાજિક વ્યવસ્થાની સાક્ષી આપે છે.
શહેરની સૌથી આકર્ષક વિશેષતા એ છે કે તેની તમામ ઇમારતો પથ્થરથી બનેલી છે, જ્યારે હડપ્પા અને મોહેંજો-દરો સહિત અન્ય મોટા ભાગના હડપ્પન શહેરો લગભગ ફક્ત ઇંટોથી બનેલા છે. ધોળાવીરા પાણીની બે નહેરો થી ઘેરાયેલું છે; ઉત્તરમાં ‘માનસર’ અને દક્ષિણમાં ‘મનહર’. ગામ ની વચ્ચે એક ઊંચો વિસ્તાર છે, જેને "સિટાડેલ" કહેવામાં આવે છે. હડપ્પા અને મોહેંજો-દરોથી વિપરીત, આ શહેરનું નિર્માણ એક વ્યવસ્થિત ભૌમિતિક યોજનામાં પ્રમાણે કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ વિભાગોનો સમાવેશ થાય છે - “સિટાડેલ”, મધ્ય નગર અને નીચલું નગર. એક્રોપોલિસ અને મધ્ય શહેર તેમના પોતાના સંરક્ષણ-કાર્ય, પ્રવેશદ્વારો, બિલ્ટ-અપ વિસ્તારો, શેરી વ્યવસ્થા, કૂવાઓ અને વિશાળ ખુલ્લી જગ્યાઓથી સજ્જ હતા.
લાગે છેને કે જાણે કે એક ટુકડો ઇતિહાસ નો હાથ માં આવી ગયો હોય? આવા સ્થળની તો ચોક્કસ એક મુલાકાત લેવી જોઈએ.
ધોળાવીરાની મુલાકાત લો:
ધોળાવીરાની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય શિયાળા દરમિયાન છે
(નવેમ્બર - ફેબ્રુઆરી) - ત્યારે હવામાન ઠંડુ હશે અને તમે સફેદ મીઠાનું રણ પણ જોવા જય શકશો. ધોળાવીરા સુધી પહોંચવાનો શ્રેષ્ઠ માર્ગ ભુજથી ટેક્સી લેવાનો છે. અમદાવાદથી ટ્રેન અથવા બસ દ્વારા ભુજ પહોંચવું સરળ છે. તમે અમદાવાદ એરપોર્ટ પરથી ટેક્સી પણ ભાડે લઈ શકો છો.
ગુજરાતમાં અન્ય અગ્રણી હડપ્પન સ્થળ લોથલ છે, જે અમદાવાદની નજીક છે. જેના વિશે અમે અમારા આગામી અંકમાં વધુ વાત કરીશું.
જો તમે ધોળાવીરા અથવા ગુજરાતના અન્ય 'વારસા' વિશે વધુ માહિતી આપી શકતા હો , તો કૃપા કરીને info@projectnalanda.org પર અમારી સાથે શેર કરો અને અમે તેને અમારા બ્લોગ્સમાં સામેલ કરીશું. જો તમે અમારા બ્લોગનો આનંદ લેતા હોવ તો કૃપા કરીને તમારા મિત્રો સાથે શેર કરશો.
ચાલો સાથે મળીને આપણા ગુજરાત વિશે વધુ જાણીએ.

